HomeGujaratપંચાયતની ચૂંટણી યોજવા તંત્ર તૈયાર,કર્મચારીની તાલીમ પુર્ણ,21 સરપંચની જગ્યા માટે 46...

પંચાયતની ચૂંટણી યોજવા તંત્ર તૈયાર,કર્મચારીની તાલીમ પુર્ણ,21 સરપંચની જગ્યા માટે 46 મુરતિયા

ટંકારા તાલુકામાં 10 ગામો સંપૂર્ણ સમરસ અને 10 ગામો અંશતઃ સમરસ થયા છે ત્યારે બાકી રહેતા 22 ગામો પૈકી ભૂતકોટડાને બાદ કરતાં 21 ગામોમાં સરપંચ પદ માટે 46 ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ છે ઉપરાંત 113 વોર્ડ માટે 245 સભ્યો સજ્જ થઇ મેદાનમાં છે. જેના માટે આગામી 19 ડિસેમ્બર અને રવિવારે મતદાન યોજવામાં આવનાર છે જેના માટે ચુંટણી તંત્ર દ્વારા બિજા તબક્કાની તાલીમ પણ ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને આપી દીધી છે

આગામી તા.19ને રવિવારના રોજ યોજાનાર ગ્રામ પંચાયતી ચૂંટણી માટે ટંકારાનું ચુંટણી તંત્ર સજ્જ બન્યું છે. મામલતદાર કચેરી પાછળ આવેલ ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે ડિસ્પેચિંગ રીસિવ અને મતગણતરી કરવા માટે નક્કી કરાયું છે જેમા રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર માટે 100 તેમજ મતગણના માટે 90 જેટલા કર્મચારીઓને આજે મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરૂકુલ હોલ ખાતે બિજા તબક્કાની તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે કોરોના કાળ દરમિયાન મુત્યુ સહાય વેક્સિનેશન અને મહેસુલ ઉપરાંત વિકાસ કામો વચ્ચે પણ ટંકારા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા માટે 300 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેની પ્રકિયા ભારે જહેમત ઉઠાવી કર્મચારી અને અધિકારીઓ દ્વારા પુર્ણ કરી દેવામાં આવી છે.

ટંકારા તાલુકામાં ભૂતકોટડા ગામે સરપંચના ઉમેદવાર ન હોય 21 સરપંચ પદ માટે 46 અને 22 ગામોમાં 113 વોર્ડ માટે કુલ 245 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોય ગ્રામીણ રાજકારણમાં કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ચુનાવી મુરતિયા મતદારોના મન જીતવા ભારે જહેમત ઉઠાવી એક બિજા ને પછાડવા પુરતું બળ કરતાં જોવા મળે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW