HomeGujaratપેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરાએ નિવેદન આપ્યું

પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરાએ નિવેદન આપ્યું

 હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરાએ નિવેદન આપ્યું હતું. ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરાએ ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.પેપરલીક થયું હોય તેવા કોઈ નક્કર પુરાવા મળશે તો ફરિયાદ દાખલ કરીશું

રાજ્યમાં 88 હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી છે, સરકારને બીજા દિવસે ટીવી મીડિયાથી અમને ખબર પડી કે પેપરલીક થયું છે. મંડળ પાસે આજદિન સુધીમાં પેપરલીક મામલે કોઈ જ ફરિયાદ આવી નથી. હાલ આ મામલે સાબરકાંઠામાં 16 ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.અને જો ગેરરીતિ જણાશે તો કડકમાં કડક પગલાં લેવાશે. તેમજ તેણે ઉમેર્યું હતું કે, પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા અમને મળ્યા નથી, પોલીસને કોઈ પુરાવા મળશે તો મંડળ ફરિયાદ દાખલ કરશે.

આપ દ્વારા અમને કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી: અસિત વોરા
અસિત વોરાએ જણાવ્યું કે, તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને પરીક્ષા સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગાંધીનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તે અંગે અસિત વોરાએ મીડિયાને જણાવ્યું કે, આપ દ્વારા અમને કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. જો તપાસમાં બહાર આવશે તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

પેપર લીક મુદ્દે કોઈ ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી’
મીડિયાના સવાલોના જવાબ આપતા અસિત વોરાએ જણાવ્યું કે, પેપર લીક થયાના ઓથેન્ટિક પુરાવા મળશે તો જ ફરિયાદ દાખલ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજ દિન સુધી મંડળ પાસે પેપર લીકની કોઈ ફરિયાદ આવી નથી છતાં પણ પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસની 15થી 16 જેટલી ટીમો કામે લાગી અને તપાસ ચાલી રહી છે.

‘સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ’
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સવારે ગૃહમંત્રી સાથે મીટીંગ થઈ છે જેમાં પોલીસ દ્વારા સઘન તપાસની ચર્ચા થઈ છે. જો પોલીસ તપાસમાં કોઈ કસુરવાર હશે તો કડક પગલા લેવાશે પરંતુ અત્યાર સુધી કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, કથિત પેપર લીક થયાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષાઓમાં અવારનવાર પેપર લીક થવાની ફરિયાદો ઉભી થતી રહી છે. ત્યારે પેપરલીકના આરોપો વચ્ચે રાજ્યનું ગૃહમંત્રાલય એક્શન મોડમાં આવી ગયું છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW