રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યા માટે ખાલી પડેલી જગ્યા માટે અલગ અલગ ભરતી બહાર પાડી હતી જેમાંથી ગત રવિવારે હેડ ક્લાર્ક માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે આ પરીક્ષાનું પેપર લીક થયા હોવાની ચર્ચા જાગી છે આમ આદમી પાર્ટી દ્વારા બાબતે પણ આક્ષેપ કર્યો છે. સરકાર સમક્ષ સમગ્ર ઘટનાની તપાસ કરાવવા અને જવાબદાર લોકોને ઝડપી તેમના વિરુદ્ધ કડક એક્શન લેવાની માંગણી ઉઠી હતી આ બાબતે આજે મોરબીમાં પણ આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક કાર્યવહી કરવા માંગણી હતી
તેઓએ આવેદનમાં જણાવ્યુ હતું કે રાજ્યમાં સરકારી ભરતીમાં આવેદન કરનાર ઉમેદવારોની સંખ્યા ૧૦ લાખથી વધુ છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી ભરતીમાં પેપર લીક થવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવતા સમગ્ર ભરતી પ્રકિયા પર શંકાના વાદળો ઘેરાયા છે.આગામી દિવસોમાં ભરતી પ્રકિયા દરમિયન પારદર્શકતા જળવાઈ અને આવી ગેરરીતી ન થાય તે માટે સુચારુ વ્ય્વસ્થા ગોઠવવા અને આવી ઘટના સાથે જોડાયેલ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.

