HomeGujaratરિક્ષાચાલકે ઉલટીનું નાટક કરીને બેંકકર્મીના રૂ.20,000 સેરવી લીધા,ધરપકડ

રિક્ષાચાલકે ઉલટીનું નાટક કરીને બેંકકર્મીના રૂ.20,000 સેરવી લીધા,ધરપકડ

રાજકોટ સિટીમાં પ્રવાસીઓના ખિસ્સામાંથી પૈસા સેરવી લેતી ટુકડીનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં ત્રીજી રિક્ષા ગેંગને પોલીસે પકડી લીધી છે. રાજકોટ સિટીના જામનગર રોડ પર બેંકકર્મીને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી ઉલટીનું નાટક કરી, રૂ.20,000ની રોકડ સેરવી લીધી છે. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રદ્યુમનનગર પોલીસે પોસ્ટ ઓફિસ પાસેથી એક વ્યક્તિને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસે એમની પાસેથી રૂ.70 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા વિજયભાઈ તા.10 ડીસેમ્બરના રોજ સવારે ડ્યૂટી માટે નીકળ્યા હતા. નવ વાગ્યા આસપાસ જ્યારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે સાંઢિયા પુલ પાસે પહોંચ્યા ત્યારે રિક્ષા રોકી હતી. પણ રિક્ષામાં ગઠિયો હતો. સોની માર્કેટમાં જવા માટે રૂ.20નું ભાડું નક્કી કરીને તેઓ રિક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં અગાઉથી એક મુસાફર બેઠો હતો. આ દરમિયાન રિક્ષા જામટાવર પાસે પહોંચતા બાજુમાં બેઠેલા મુસાફરે ઊલટી કરવા લાગતા રિક્ષા ચાલકે રિક્ષા ઊભી રાખી દીધી હતી. બાદમાં આ મુસાફરને હોસ્પિટલ લઈ જવો પડશે તમે ઊતરી જાવ એવું રિક્ષા ચાલકે કહ્યું હતું. પહેલા જામટાવર પાસે રિક્ષા ઊભી રાખી હતી. પછી રિક્ષા હોસ્પિટલ તરફ દોડાવી હતી. જ્યારે બેંકકર્મીએ પોતાની પેન્ટના પાછળના ખિસ્સામાં હાથ નાંખ્યા ત્યારે એનું પર્સ ન હતું. જેમાં રૂ.20,000 રોકડા તથા દસ્તાવેજ હતા. બેંક કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હેતું એક ટીમ દોડાવી હતી. પોલીસ સ્ટાફે પોપટપરા મેઈનરોડ પર આવેલી પોસ્ટ ઓફિસ પાસેથી રિક્ષા ચાલક ધનજી ઉર્ફે ધનો દેવજી ગેડાણીને પકડી પાડ્યો છે. પોલીસે ડૉક્યુમેન્ટ સહિત રૂ.70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાંથી એવું જાણવા મળ્યું હતું કે,પોપટપરાના મિયાણાવાસના હાર્દિક ઉર્ફે ટાંટિયા મનસુખ ભલાળાનું નામ સામે આવ્યું હતું.

પોલીસે હવે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. ધનજી અગાઉ ઘરફોડ, ચોરી, ATMમાંથી ચોરી તથા પર્સની ચોરમાં પણ પકડાઈ ચૂક્યો છે. જ્યારે હાર્દિક ઘાડના ગુનામાં પણ ગુનેગાર છે. જેનું નામ ચોપડે બોલે છે. જોકે, પોલીસે આ સમગ્ર ટુકડી સામે કાયદેસરના પગલાં લેવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજકોટ સિટીમાં રિક્ષા ચાલક બનીને મુસાફરનો લૂંટતા આવા શખ્સો સક્રિય થતા પોલીસે પણ ખાસ યોજના તૈયાર કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW