ગુજરાતમાં દારુબંધી અને સરકારી ભરતીના પેપર લીકના મુદ્દાને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવા઼ડિયાએ ગુજરાતમાં દારૂબંધીને લઈને નિવેદન આપ્યું હતું અને સાથે સાથે હેડ ક્લાર્ક ભરતીમાં પેપર લીકના મુદ્દાને ટાંકીને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.
અર્જુન મોઢવાડિયા કહ્યું કે દારૂબંધી અંગે હળવાશથી નિર્ણય ન લઇ શકાય. જજ, સમાજશાસ્ત્રી અને નિષ્ણાતો સાથે વાર્તાલાપ થવો જોઈએ મહત્વનું છે કે ગઈ કાલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ દારૂબંધી અંગે નિવેદન કર્યું હતું જે બાદ રાજકારણ ગરમાયું છે.આજે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભરતસિંહના નિવેદન પર જણાવ્યું છે કે ઈન્દિરા ગાંધીએ ક્યારેય દારૂ પીવા અંગે નથી કહ્યું, કોઈપણ નેતા દારૂ પીવા પ્રોત્સાહન ન આપી શકે.તેમજ રાજ્યમાં એવી એક પણ ભરતી નથી કે જેના પેપર લીક ન થયા હોય, પેપર લીક થતા ભાજપના મળતીયાઓને લાભ થાય છે, દર વખતે પુરાવા રજૂ કરવામાં આવે છે યુવાઓ ક્રાંતિ કરી રસ્તા પર આવે તે પહેલાં સરકાર જાગી જાય એમ સરકારને સુફિયાણી સલાહ આપી હતી.


