HomeGujaratCentral Gujaratસરકાર લઈ રહી છે મહત્વનો નિર્ણય, હવે અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડારને મળશે...

સરકાર લઈ રહી છે મહત્વનો નિર્ણય, હવે અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડારને મળશે રૂ. 5,000

દેશમાં ઘણા એવા રસ્તાઓ છે જ્યાં અવાર નવાર ગોઝારા અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર નહીં મળતા મોતને ભેટી રહ્યાં છે. ત્યારે આવા અકસ્માતોમાં મોતની સંખ્યા ઘટાડવા માટે કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક અનોખી પહેલ કરી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જે હેઠળ હવે રસ્તા ઉપર અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલીક હોસ્પિટલે પહોંચાડનાર વ્યક્તિને પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ યોજના 31 માર્ચ, 2026 સુધી રહેશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આપાતકાલીન સ્થિતિમાં રસ્તા ઉપર દુર્ઘટનામાં પીડિતોને મદદ કરવા માટે પ્રેરીત કરવાની સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિનું જીવન બચાવવાનો છે.

વિશેષજ્ઞોના જણઆવ્યા પ્રમાણે જો રસ્તા ઉપર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને દુર્ઘટનાના એક કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તો તેનું જીવન બચાવી શકાય છે. તેમજ રસ્તા ઉપર થતી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની જિંદગી બચાવવામાં મદદ કરનારા વ્યક્તિને એક વર્ષમાં વધારેમાં વધારે 5 વખત સુધી આ યોજના હેઠળ સમ્માનિત કરાશે.

આવા વ્યક્તિ માટે પુરસ્કારની રકમ 5 હજાર રૂપિયા પ્રતિ ઘટનાની રહેશે. પોલીસ સ્ટેશન કે હોસ્પિટલમાં સુચના મળતા, જિલ્લા સ્તરીય મૂલ્યાંકન સમિતિ માસિક આધાર ઉપર પ્રસ્તાવોની સમિક્ષા કરશે. જિલ્લા સ્ચરની મુલ્યાંકન સમિતિમાં સંબંધિત વિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટ, વરિષ્ઠ પોલીસ અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી, ક્ષેત્રીય પરિવહન અધિકારી એટલે કે આરટીઓનો સમાવેશ થશે. જે મુસિબતમાં મદદ કરનારા લોકોને રતમની ચુકવણી કરવાના કેસોને મંજૂરી આપશે અને સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પરિવહન વિભાગને મોકલવામાં આવશે.

એક માહિતગાર સુત્રોના જણાવ્યા પ્રમાણે આ યોજના લાગુ કરવા માટે ગુજરાત સરકારનો સકારાત્મક દ્રષ્ટિકોણ છે. તેમજ આગામી દિવસોમાં આ યોજનાને લાગુ કરવા માટે નિર્ણય લેવાશે. રસ્તા ઉપર થતી દુર્ઘટનામાં જીવન ગુમાવનારાઓની સંખ્યામાં ઘટાડો કરવા માટે એક સારૂ પગલું હોવાનું રાજ્યના બંદરગાહ અને પરિવહન વિભાગના એસીએસ એમ.કે. દાસ જણાવી રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW