HomeGujaratકેટરિના-વિક્કીની જોડી સોશયલ મીડિયા ઉપર થઈ હિટ, જાણો લગ્નના ફોટાને કેટલી મળી...

કેટરિના-વિક્કીની જોડી સોશયલ મીડિયા ઉપર થઈ હિટ, જાણો લગ્નના ફોટાને કેટલી મળી લાઈક્સ

કેટરીના કૈફ અને વિક્કી કોશલના લગ્ન આ વર્ષે સૌથી વધારે ચર્ચામાં રહ્યાં છે. આ સ્ટાર કપલે આ લગ્નને ખાનગી રાખ્યા હોય પરંતુ મીડિયા અને આ જોડીના પ્રસંશકોની નજર તો લગ્ન ઉપર રહી હતી. જ્યાં સેલેબ્સ નવવિવાહિત દંપતિઓને સોશયલ મીડિયા ઉપર પોતાની શુભકામનાઓ મોકલી રહ્યાં છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

કેટરીના અને વિક્કીએ પોતાના લગ્નના થોડાકલાકો બાદ સોશયલ મીડિયા ઉપર પોતાના લગ્નના ફોટા શેર કરતા લખ્યું હતું અને ખાસ કેપ્શન પણ આપ્યું હતું.

કેપ્શનમાં લખ્યું હતું કે, મારા હૃદયમાં માત્ર પ્રેમ અને કૃતજ્ઞતા છે જે અમને આ પળ સુધી ખેંચીને લઈ આવી. તમારા તમામનો પ્રેમ અને આશિર્વાદની સાથે અમે એક નવા જીવનની સાથે શરૂઆત કરી રહ્યાં છે. જે બાદ આ નવા કપલના ફોટો ઉપર લાઈક્સનો વરસાદ થયો.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 1 દિવસમાં આ ફોટો ઉપર 10 મિલિયનથી પણ વધારે લાઈક્સ આવી છે. આ રેસમાં કેટરીના અને વિક્કીએ વિરાટ અને અનુષ્કાને તથા પ્રિયંકા અને નિક જોનસને પણ પાછળ છોડી દીધા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW