HomeGujaratઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનનું નિવેદન

ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનનું નિવેદન

અમદાવાદ,શનિવાર

  અમદાવાદ ના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જેમાં તેમણે કહ્યુ હતુ કે પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. તેમણે પાટીદાર સમાજની પ્રશંસા કરતા કહ્યુ કે, પાટીદાર સમાજની વૃત્તિ સેવાની હોય છે, પાટીદાર સમાજ પોતે કમાઇને બીજાને ખવડાવવાની નીતિ રાખે છે.

   મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધનમાં જણાવ્યુ હતુ કે, પાટીદાર સમાજનો નારો પહેલા મહેનત, પછી વિચાર બનાવવાનો અને પછી કાર્ય સાથે આગળ વધવાનો છે. તેમણે જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજ શિક્ષિત થયો છે અને પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. તેમણે પાટીદાર સમાજની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે, પાટીદાર સમાજની વૃત્તિ સેવાની છે. તે પોતે તો કમાય છે પણ બીજાને પણ ખવડાવવાની નીતિ રાખે છે.

  અમિત શાહે ઉમિયા ધામના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે ઉમિયાધામ ઊંઝાના ટ્રસ્ટીગણે આપેલ નિમંત્રણ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રૂ. 1500 કરોડના ખર્ચે મંદિર સાથે અનેકવિધ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ અહીં ધમધમતી થશે. માત્ર મંદિર જ નહિ પણ પાટીદાર સમાજ ઉત્કર્ષની પણ પગદંડી બનશે. આ શિલાન્યાસ એ શ્રધ્ધા, ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનો શિલાન્યાસ છે. તેઓએ 51 કરોડ જેટલા “માં ઉમિયા શરણમ મમ” ના મંત્રો લખીને માંની ભક્તિનું દિવ્ય વાતાવરણનું સર્જન કરનાર સર્વેને સાધુવાદ પાઠવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW