HomeGujaratરાજકોટ યાર્ડમાં માવઠાં બાદ સોમવારે આવી સવાલાખ મગફળીની ગુણી, ત્રણ કિલોમીટર લાંબી...

રાજકોટ યાર્ડમાં માવઠાં બાદ સોમવારે આવી સવાલાખ મગફળીની ગુણી, ત્રણ કિલોમીટર લાંબી લાગી લાઈન

રાજકોટના બેડી યાર્ડમાં આજે સોમવારે ખુલતાની સાથે જ મગફળીની ચિક્કાર આવક થઈ હતી. 800 કરતા વધારે વાહનોમાં સવાલાખ મગફળીની ગુણીની આવક થતા યાર્ડ મગફળીથી ઉભરાયું હતું. તો યાર્ડની બહાર વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના બેડી યાર્ડમાં માવઠાં બાદ આશરે 9 દિવસ બાદ મગફળીની આવકનો પ્રારંભ થયો છે. નવનિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ મગફળી ભરેલા વાહનોને ચાંદલા કરીને નારીયેળ ફોડીને યાર્ડમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સોમવારે ખુલતી બજારમાં મગફળીની મબલખ આવક થઈ હતી. રવિવારે બપોરથી જ યાર્ડની બહાર મગફળીની બહાર ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. નવનિયુક્ત ચેરમેન વ્યવસ્થા જાળવવા માટે મેદાને ઉતર્યાં હતાં.

સાથે જ નવનિયુક્ત ચેરમેને પોલીસને સાથે રાખીને ટ્રાફિક જામ થઈ જતા તેને પૂર્વવત કરાવ્યો હતો. તો બીજી તરફ મગફળીના વાહનો એકબીજાથી વહેલા ખાલી કરવા માટે લાઈનના નિયમોને તોડીને વચ્ચે ઘુસી રહ્યાં હતાં. આવા 10 વાહનો પકડાતા આ તમામ વાહનોને 10 દિવસ માટે સસપેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તો આગામી દિવસોમાં મગફળીની મબલખ આવક થવાની હોય પાંચ લાખ ગુણી સમાઈ શકે તેવી ક્ષમતાની જગ્યા ફાળવવામાં આવવા માટે જણાવ્યું હતું. તેમજ વેપારીઓ અને ખેડૂતોને કોઈ અગવડતા પડે નહીં તે માટેની વ્યવસ્થા કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW