HomeGujaratજામનગરના ધારાસભ્યના ભાઈ ઉપર ખંભાળિયા હાઈ-વે ઉપર હુમલો, પોલીસ તપાસનો ધમધમાટ

જામનગરના ધારાસભ્યના ભાઈ ઉપર ખંભાળિયા હાઈ-વે ઉપર હુમલો, પોલીસ તપાસનો ધમધમાટ

જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈ ઉપર દ્વારકા જિલ્લાના દેવળીયા નજીક કેટલાક શખસોએ હૂમલો કરીને ઈજા પહોંચાડતા જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

હોસ્પિટલની બહાર ધારાસભ્યના નજીકના મિત્રો અને સમર્થકો તથા ભાજપના આગેવાનો એકઠા થઈ ગયાં છે. હુમલા પાછળનું કારણ જાણવા માટે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈ રાજભા જાડેજા ખંભાળિયા નજીક આવેલા દેવળીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. એસ્સાર નજીક પહોંચ્યા ત્યારે કેટલાક શખસોને તેના ઉપર હૂમલો કરીને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત રાજભાને સારવાર માટે જામનગરમાં આવેલી ડો. રૂપારેલીયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

હૂમલાની ઘટનાની જાણ થતા જ ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો હોસ્પિટલની બહાર પહોંચ્યાં હતાં. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી નિવેદન લેવાની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW