HomeGujaratઅમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીનાં નામે નકલી ઘી નો વેપલો : સરખેજ માંથી ગોડાઉન...

અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીનાં નામે નકલી ઘી નો વેપલો : સરખેજ માંથી ગોડાઉન ઝડપાયું

અમદાવાદ, સોમવાર

    સરખેજ પોલીસે બાતમી ના આધારે સાણંદ સરખેજ સર્કલ નજીક સફારી ટ્રાન્સપોર્ટ નજીક આવેલ જગદીશ એસ્ટેટ ગોડાઉન નંબર 2 માં રેઇડ કરીને જાણીતી બ્રાન્ડ ના 15 કિલોનાં 160 ડબ્બા ,આં જ કંપનીનાં પ્રિન્ટ કરેલ પૂંઠા 100 નંગ અને બીજી એક કંપનીનાં પૂંઠાનાં બોક્ષ, એક બોલેરો પિક અપ વાન સહિત કુલ 8 લાખ 32 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે માધુપુરાનાં દેવ વાઘેલા તેમજ રાજકોટનાં અલ્પેશ દવેરા નામના બે આરોપી ઓની ધરપકડ કરી છે. પોલીસ એ બંને આરોપી ઓ સામે ટ્રેડ માર્ક એકટ, કોપી રાઈટ એકટ અને છેતરપિંડી નો ગુનો દાખલ કરી ને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

     પ્રાપ્ત માહિતી અનુસાર રૂપિયાનાં લોભમાં કેટલાક ધુતારા ઓ લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા સહેજ પણ અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં સરખેજ વિસ્તાર માંથી પોલીસે બ્રાન્ડેડ કંપનીનાં નામે બનાવટી ઘીનું વેચાણ કરતા બે શખ્સોને ઝડપી લીધા છે. પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે કે આરોપી ઓ કડી થી હલકી ગુણવત્તા નું ઘી લાવી ને અહી બ્રાન્ડેડ કંપનીનાં ડબ્બામાં પેકિંગ કરીને વેચાણ કરતા હતા. આરોપીઓએ છેલ્લા પાંચેક દિવસથી અહી ગોડાઉન શરૂ કર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જો કે આં ઘી માં ક્યાં ક્યાં પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હતી અને સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે અંગે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી ને તેમને અત્યાર સુધીમાં કોને કોને અને કઈ જગ્યાએ આ ઘીનું વેચાણ કર્યું છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW