મહાનગર અમદાવાદમાં દિવસે દિવસે ઘર કંકાસના કેસ વધી રહ્યા છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને ઘરમાં એકલી જોઈ ઘરે આવેલા સંબંધીએ શારીરિક અડપલાં કર્યા હતા. પરિણીતાનો હાથ પકડીને ગાલ પર કિસ કરી લીધી હતી. આ દરમિયાન મહિલા બહાર જતી હતી ત્યારે જબરદસ્તીને એનો હાથ પકડીને એને પલંગ પર ધક્કો માર્યો હતો. અભદ્ર માંગ કરી હતી. એક યુવક તરફથી આવી હરકત થતા પરિણીતા એને ધક્કો મારેને ઘરની બહાર જતી રહી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ મહિલાએ એના પતિ તથા સાસરિયાને કરતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ ચાલું કરી દીધી છે. અમરાઈવાડી વિસ્તારમાં 22 વર્ષની પરિણીતા એના પતિ અને બે વર્ષની એક દીકરી સાથે રહે છે. જ્યારે એનો પતિ નિકોલ વિસ્તારમાં દુકાન થકી વેપાર કરે છે. પતિ ઉત્તર પ્રદેશમાં એના વતનમાં ગયો હતો. બપોરના સમયે જ્યારે પરિણીતા એકલી હતી ત્યારે પિતાના મામાનો દીકરો ઘરે આવ્યો હતો. ઘરે આવીને પૂછ્યું કે, જમવાનું શું બનાવ્યું છે? પરિણીતાએ કહ્યું કે, શાક રોટલી બનાવ્યા છે. યુવકે કહ્યું કે, જલ્દીથી જમવાનું આપ નહીં તો તને ખાઈ જઈશ. આવું બોલીને મજાક કરી હતી. આવો મજાક ન કરવા માટે મહિલાએ કહ્યું હતું. પછી યુવાને પાછળથી આવીને હાથ પકડીને ગાલ પર ચુંબન કરી લીધું હતું.
આવી હરકત કરી એટલે યુવતી યુવકથી દૂરી દોડી ગઈ હતી. પણ યુવાને એનો હાથ પકડીને જબરદસ્તીથી પલંગ પર સુવડાવી દીધી હતી. પછી શારીરિક અડપલાં કર્યા હતા. આવી ઘટનાથી ડરી જઈને યુવતીએ યુવાનને ધક્કો મારી દૂર કર્યો હતો. યુવતી સંમત નથી એવું જાણવા મળતા જ યુવાન ત્યાંથી નાસી ગયો હતો. પછી યુવતીએ પોતાના પરિવારજનોને વાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં ગયેલા પોતાના પતિને પણ આ ઘટના કહી હતી.

