ગુજરાતની 10 હજાર ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્યોની મુદત પૂર્ણ થતાં આ તમામ ગ્રામ પંચાયત માટે ચૂંટણી અંગેની રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આગામી 19 ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે.આ માટે ચૂંટણી યોજવવાની છે.જેના માટે ગત 29 નવેમ્બર માં રોજ ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ હતી.અને 4 ડિસેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. મોરબી જિલ્લામાં અંતિમ દિવસે સરપંચ અને વોર્ડ સભ્યોનો ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફળો ફાટયોહોય તેમ ઉમેદવારની લાઈનો લાગી હતી.અંતિમ દિવસે 324 ઉમેદવારો સરપંચ માટે ફોર્મ ભર્યાં હતા જ્યારે 1474ઉમેદવાર વારોએ વોર્ડ સભ્યો માટે ફોર્મ ભરાયા હતા. જિલ્લામાં કુલ 303 ગ્રામ પંચાયત માટે 928 જેટલા સરપંચ ઉમેદવાર જયારે 3908 સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે.તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકામાં સરપંચ માટે 241ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. વોર્ડ સભ્ય માટે 1078 ઉમેદવારો દાવેદારી નોંધાવી. ટંકારા તાલુકા માં સરપંચ માટે 98 તેમજ વોર્ડ સભ્ય માટે 501જયારે હળવદ તાલુકા ની વાત કરીએ તો સરપંચ માટે 211 ફોર્મ ભરાયા 765 ફોર્મ વોર્ડ સભ્યો માટે ફોર્મ ભર્યા છે.વાંકાનેર તાલુકામાં 284 સરપંચના ફોર્મ 1154 વોર્ડ સભ્યના ફોર્મ ભર્યા હતા. માળિયા તાલુકાની વાત કરીએ તો સરપંચ માટે 94 ઉમેદવારે ફોર્મ ભર્યા જયારે વોર્ડ સભ્યો માટે 410 ફોર્મ ભરવામાં આવ્યા છે.જોકે તેમાંથી એવી ગ્રામ પંચાયતના ઉમેદવાર છે જે સમરસ જાહેર થઈ ચૂકી છે જેથી માત્ર સરપંચ માટે એક જ ઉમેદવાર સભ્યો માટે વોર્ડ દીઠ એક ઉમેદવારે ફોર્મ ભર્યા હતા તો કેટલીક ગ્રામ પંચાયત એવી પણ છે જ્યાં ચૂંટણી લડવા મોટી સંખ્યામાં મુરતિયા તૈયાર બેઠા છે. આગામી તા.6 ના રોજ ફોર્મ ચકાસણી હાથ ઘરવામાં આવશે તેમજ તા. 7 ના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે આમ તારીખના રોજ કેટલી ગ્રામ પંચાયત સમરસ થસે અને કેટલી ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ છેડાશે તે ચિત્ર સામે આવી જશે.

