દહોદ જિલ્લામાંથી પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ભાણપુર વડલાવાળા જંગલમાંથી હત્યા કરી સગળાવાયેલો એક મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પણ દાહોદ પોલીસે ગણતરીના કલાકમાં આ કેસના આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હત્યા કરવા માટે વપરાયેલી છરી તથા અન્ય સામગ્રી પણ જપ્ત કરી લીધી છે.
સંજેલી તાલુકાના ભાણપુરા વડલાવાળા જંગલમાં અજાણી યુવતીની બળી ગયેલી સ્થિતિમાં લાશ મળી આવી હતી. પીએસઆઈ જી બી રાઠવા અને DySP સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો મેળવી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. મૃતકના પિતાએ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે તપાસ કરતા આ એક પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. મૃતક કૃતિકા બરંડાએ પ્રેમી મેહુલ પરમાર સાથે બ્રેકઅપ કરવા માગતી હતી. પણ પ્રેમીને કંઈક બીજું જ મંજૂર હતુ. તેણે સાઉથની ફિલ્મ RX100 ફિલ્મ જોઈ, બે સગીરની મદદ લઈ દાહોદ પાસેના સાત બંગલા પાસે યુવતીની હત્યા કરી નાંખી હતી. પછી મૃતક યુવતીને જેકેટ પહેરાવીને એક્ટિવા પર લઈ જઈ સંજેલી તાલુકાના ભાણપુર પાસેના જંગલમાં ફેંકી દઈ મૃતદેહને આંગચંપી કરી હતી. તા. 25 નવેમ્બરના રોજ યુવતીની હત્યા થઈ હતી. પોલીસને આરોપીએ ઉપયોગમાં લીધેલી છરી સાત બંગલા તળાવ પાસેથી મળી આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ વધુ પુરાવા એકઠા કરતા સંજેલી કાંકણ જુસ્સા ડેમમાંથી તરવૈયાઓની મદદથી લાલ અને પીળા કલરનું લોહીના ડાઘવાળા બે જેકેટ મળી આવ્યું હતું. એ પછી યુવતીની હત્યા થઈ હોવાનું પુરવાર થયું હતું.
આ કેસમાં પોલીસને આરોપીના પહેરેલા કપડાં, ચંપલ પણ મળી આવ્યા હતા. જે કબજે કરવામાં આવ્યા હતા. પણ ફેંકી દીધેલો મોબાઈલ મળ્યો નથી. કોર્ટની સુનાવણી પૂરી થતા આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. જોકે, આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

