HomeGujaratCentral Gujaratપ્રેમી સાથે ફરવા સગીરાએ ઘરના દાગીના વેચી મારતા પોલીસ ફરિયાદ

પ્રેમી સાથે ફરવા સગીરાએ ઘરના દાગીના વેચી મારતા પોલીસ ફરિયાદ

 ખાડિયાના એક મકાનમાંથી આઠ માસ પહેલાં ચોરી થયેલા દાગીના બાબતે કિશોરી અને તેના પ્રેમી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કિશોરી અને તેનો પ્રેમી બંને માત્ર 15 વર્ષનાં જ છે અને સ્કૂલમાં ભણે છે. બંનેએ સાથે હરવા-ફરવા અને મોજશોખ માટે ઘરમાંથી કાકી અને માતાના આશરે 5 તોલાના સોનાના દાગીના ચોરીને વેચી દીધા હતા.નોંધનીય છે બંને સગીર વયના હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી નથી.

 ખાડિયામાં મોનાબેન (ઉં.36)પોતાના પરિવાર સાથે રહે છે. આઠ માસ પહેલાં મોનાબેન આણંદ તેમની દીકરીને ત્યાં લગ્નમાં ગયા હતાં, ત્યાંથી આવીને તેમણે સોનાનો સેટ, મંગળસૂત્ર અને 2 વીંટી મળીને આશરે 3 તોલાના દાગીના તિજોરીમાં મૂક્યા હતા. થોડા દિવસ પછી મોનાબેને તપાસ કરતા તિજોરીમાં દાગીના ન હતા. આથી તેમણે પરિવારના સભ્યોની પૂછપરછ કરી, પરંતુ દાગીના નહીં મળતા ખાડિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા મોનાબેનની ભત્રીજી સપનાએ જ મોનાબેનના દાગીના ચોર્યા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે કિશોરીની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, સ્કૂલમાં ભણતા નીરવ સાથે તેને પ્રેમ સંબંધ હતો, જેથી બંનેએ બહાર હરવા-ફરવા અને મોજશોખ માટે દાગીના ચોરી કર્યા બાદ તેને વેચીને બંને જણ પૈસા વાપરતા હતા. (નામ બદલેલ છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW