HomeGujaratજામનગરમાં આફ્રિકાથી આવેલા નાગરિકમાં ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

જામનગરમાં આફ્રિકાથી આવેલા નાગરિકમાં ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

જામનગરમાં આફ્રિકાથી આવેલા એક નાગરિકનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિએન્ટની શંકાએ આરોગ્ય વિભાગે નાગરિકના સેમ્પલ લઈને પુણેની લેબમાં જિનોમ સિકવન્સીંગ માટે મોકલી આપવામાં આવ્યાં છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જામનગરમાં કોરાનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ સામે કેસ સામે આવ્યો છે. આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નાગરિકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેના નમુના લઈને પુણેમાં આવેલી લેબોરેટરીમાં જિનોમ સિકવન્સીંગ માટે મોકલી આપવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ઓમિક્રોન વાયરસને ફેલાતો અટકાવવા માટે થોડા દિવસ પહેલા એક ગાઈડલાન જાહેર કરીને તેમાં હાઈરિસ્કમાં રહેલા દેશોમાંથી આવી રહેલા નાગરિકોના કોરોના ટેસ્ટ કરવાની અને વિદેશથી આવેલા નાગરિકોને ફરજીયાત 7 અને 14 દિવસ માટે હોમ આઈસોલેટ કરવાનું જણાવ્યું હતું.

હવે જામનગરમાં ઓમિક્રોન વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા આ નાગરિકના સંપર્કમાં આવેલા તમામ લોકોનું કોન્ટેક ટ્રેસીંગ કરવામાં આવી રહ્યું છે અને તેમના પણ કોરોનાના રિપોર્ટ કરવામાં આવી રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW