HomeGujaratIPO માર્કેટમાં આજે રોકાણકારોને ત્રણ ગણી કમાણી કરવાની તક

IPO માર્કેટમાં આજે રોકાણકારોને ત્રણ ગણી કમાણી કરવાની તક

નવી દિલ્હી, ગુરુવાર

  IPO માર્કેટમાં આજે રોકાણકારોને ત્રણ ગણી કમાણી કરવાની તક છે. મુંબઈ સ્થિત નાણાકીય સેવા કંપની આનંદ રાઠીના એકમ આનંદ રાઠી વેલ્થનો IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ સિવાય પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીનો આઈપીઓ પર બિડ કરવાનો છેલ્લો દિવસ છે. આ સાથે હવે તેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ પણ ખુલી ગયો છે.

  મુંબઈ સ્થિત નાણાકીય સેવા કંપની આનંદ રાઠીના એકમ આનંદ રાઠી વેલ્થનો આઈપીઓ આજે ખુલી રહ્યો છે. કંપનીએ તેના રૂ. 660 કરોડના IPO માટે શેર દીઠ રૂ. 530-550ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPO 6 ડિસેમ્બરે બંધ થશે. IPO હેઠળ, પ્રમોટરો અને હાલના શેરધારકો દ્વારા 12 મિલિયન ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) લાવવામાં આવશે.IPO હેઠળ કર્મચારીઓ માટે 2.5 લાખ શેર અનામત રાખવામાં આવશે. પ્રાઇસ રેન્જના ઉપલા છેડે IPO રૂ. 660 કરોડ એકત્ર કરે તેવી ધારણા છે. ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, BNP પરિબારસ, IIFL સિક્યોરિટીઝ અને આનંદ રાઠી IPO માટે બુક રનિંગ લીડ મેનેજર છે. ન્યૂનતમ લોટ 27 શેરનો છે અને બોલી લગાવી શકાય તેવી મહત્તમ સંખ્યા 13 છે. એટલે કે રિટેલ રોકાણકારો લઘુત્તમ રૂ. 14,850 અને વધુમાં વધુ રૂ. 193050ની બિડ કરી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW