અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેન્દ્રએ કેટલાક નિયમો અમલી બનાવવા નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરતા કહ્યું છે કે, કોરોનાના શંકાસ્પદ લક્ષણો હશો તો મુસાફરોને આઈસોલેટ કરવામાં આવશે. તો આગંતુક મુસાફરોનું આરોગ્યકર્મીની હાજરીમાં થર્મલ સ્ક્રિનિંગ પણ ફરજિયાત બનાવાયું છે.આઈસોલેશન માટે જિલ્લા આરોગ્ય વિભાગને આ જવાબદારી સોંપવામાં આવી છે. મુસાફરો આઈસોલેશન માટે ખાનગી સુવિધાઓ મેળવી શકશે. જો આગંતુક મુસાફર મુસાફર કોરોનાગ્રસ્ત હશે તો નિયમ અનુસાર નોંધણી કરવા સુચના આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે એરપોર્ટ ઓથોરીટી માટે જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેમાં કોરોના સંદર્ભે જોખમી એવા 12 દેશોની યાદી પણ જાહેર કરી છે. આ દેશોમાં યુરોપિયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાજીલ, બાંગ્લાદેશ,બાત્સવાના, ચીન, ન્યૂઝીલેન્ડ, ઝીમ્બામ્વે, સિંગાપોર,ઉપરાંત હોંગકોંગ, ઈઝરાયલ, મોરીશસના નાગરિકોના RT-PCR ફરજિયાત બનાવાયા છે. જેઓ ટેસ્ટ કરાવવા માંગતા હોય અને રેપીડ ટેસ્ટ ઇચ્છતા હોય તેમને રૂ.2700નો ખર્ચ થશે.જ્યારે રેગ્યુલર RT-PCR માટે મુસાફરોને નિયમ મુજબ રૂ.400નો ખર્ચ થશે .
મુસાફરોના રીપોર્ટ કોરોના નેગેટિવ હશે તેવા મુસાફરોએ 7 દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે
જે મુસાફરોના રીપોર્ટ કોરોના નેગેટિવ હશે તેવા મુસાફરોએ 7 દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. જ્યારે 8મા દિવસે યાદીમાં સામેલ દેશના મુસાફરોને ફરી ટેસ્ટ કરાવવો પડશે.એરપોર્ટ પર કોરોનાગ્રસ્ત મુસાફર ખાનગી કે સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ શકશે.GBRCના નિયમાનુસાર કેટલાક સેમ્પલ INSACOGની જીનોમિક લેબમાં મોકલવા પડશે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

