HomeGujaratહળવદમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ પ્રકરણમાં 4 શખ્સ ઝડપાયા

હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ પ્રકરણમાં 4 શખ્સ ઝડપાયા

હળવદ તાલુકાના રાયધ્રા ગામમા એક લગ્ન પ્રસંગમાં ચાલતા રાસ ગરબામાં જાહેર ફાયરિંગ થયું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો આ પ્રકરણ પોલીસે હળવદ પોલીસ મથકમાં 4 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ચાર શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ તાલુકા પોલીસ વિસ્તારમાં કોઈ સ્થળે એક લગ્ન પ્રસંગમાં જાહેરમાં લોકો ગીત સંગીતનો કાર્યક્રમ ચાલતો હતો જેમાં એક શખ્સ જાહેરમાં ફાયરિંગ કર્યો હોવાનો એક વીડિયો ફરતો થયો હતોજે બાદ પોલીસ દોડતી થઈ હતી તે અંગે પોલીસે તપાસ હાથ ધરતા આ વીડિયો રાયધ્રા ગામમાં હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ કરી હતી જેમાં રાયધ્રા ગામમાં ખેંગારભાઈ ગાંડુભાઈ કુકવવાના દીકરાના દીકરીના લગ્ન હોય અને તેમાં બાર બોરની બંધુકથી ફાયરિંગ થયું હતું.આઘટનામાં પોલીસે ખેંગારભાઈ ગાડુભાઈ કોળી,દેહરભાઈ ખેંગારભાઈ કોળી, કેહરભાઈ ખેગારભાઈ કોળી દિલિપભાઈ ઉર્ફે દિલાભાઇ માલાભાઈ કોળી વિરુદ્ધ આર્મસ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ચાર શખ્સને ઝડપી લીધા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW