HomeGujaratCentral Gujaratઅમદાવાદઃ રિલીફ રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં આગ, રસ્તા બંધ કરાયા

અમદાવાદઃ રિલીફ રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં આગ, રસ્તા બંધ કરાયા

મહાનગર અમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સ ભીષણ આગ ફાટી નીકળી છે. શહેરના રિલીફ ચાર રસ્તા પાસે આવેલા જુના કોમ્પ્લેક્સમાં એકાએક દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી જતા મોટું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું છે. દુકાન પર લગાવેલા બેનરને કારણે પણ આગ વધારે પ્રસરી હોવાની વિગત મળી છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે પહોંચી ગયા હતા.

આગને કાબુમાં લેવા પાણીનો મારો શરૂ કરી દેવામાં આવ્યો છે. આગ લાગતા રીલીફ રોડ જતો તરફનો રસ્તો એકાએક બંધ કરી દેવાયો છે. ખૂબ જ ટ્રાફિક જામ થઈ જતો હોવાથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

આગ લાગતા જ આસપાસની દુકાન અને કોમ્પ્લેક્સની દુકાન ખાલી કરાવી દેવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW