રાજકોટમાં રહેતા રમેશ ડાયાલાલ ધામેચા નામના ગુજરાતી ફિલ્મ નિર્માતાને ૧૨ વર્ષ પહેલા પરિચયમાં આવેલ ભોપાલની ઉર્વશી યાદવ નામની યુવતી પરિચયમાં આવી હતી અને ગત ગુરવારે યુવતીએ ફિલ્મ નિર્માતાને ફોન કરી જણાવ્યું હતું.કે યુવતી અને અન્ય 5 લોકો અમદાવાદ આવ્યા છે અને પછી રાજકોટ આવશે તેમના રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવી જેથી તેમણે રાજપૂતપરામાં આવે સીટી ઇન હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો.

ઉર્વશી હોટેલમાં ઉતરી રમેશભાઈને પણ હોટેલમાં બોલાવ્યા હતા હોટેલમાં યુવતી એકલી હતી જેથી રમેશભાઈએ તેની સાથે વાત કરતા તેણે અન્ય લોકો ખરીદી કરવા ગયા હોવાનું જણાવ્યું હતું.થોડીવાર બાદ રમેશભાઈ બાથરૂમમા શૌચાલય માટે તેમણે પહેરેલા સોનાના પેન્ડન્ટવાળા ચેઈન,કળું, વીટી, બે મોબાઈલ સહિતની રૂ 28 લાખનો મુદામાલ રૂમના ટેબલ પર મુકીને ગયા હતા.બાદમાં તેઓ બહાર નીકળ્યા તો રૂમમાંથી તેમનો તમામ સામાન ગાયબ થઇ ગયો હતો અને યુવતી પણ રૂમમાંથી ગાયબ હતી.તેમજ રૂમનો દરવાજો પણ બહારથી બંધ હતો. જે બાદ તેઓએ હોટેલ સ્ટાફની મદદથી દરવાજો ખોલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા રાજકોટ સીટી પોલીસની ટીમે અલગ અલગ સ્થળે નાકાબંધી કરી તેની શોધખોળ હાથ ધરી હતી બીજી તરફ રેલ્વે વિભાગને પણ ઘટના અંગે જાણ કરતા તેઓ પણ સતર્ક થઇ ગયા હતા.તપાસ દરમિયાન યુવતી રાજકોટથી મુંબઈ જતી ટ્રેનમાં જતી હોવાનું સામે આવતા યુવતીને થાનગઢથી ઝડપી લીધી હતી અને રાજકોટ ખાતે પુછપરછ માટે બોલાવી હતી.યુવતી રાજકોટ શા માટે આવી ફિલ્મ નિર્માતાના સંપર્કમાં કેવી રીતે આવી આ કોઈ કાવતરું હતું કે કેમ વગેરે બાબતે તપાસ હાથ ધરી હતી.

