Sunday, January 18, 2026
HomeGujaratPAYTMથી તેલના ડબ્બાની ખરીદી કરી પૈસા જમા થયાનો મેસેજ આવ્યો રોકડા નહીં

PAYTMથી તેલના ડબ્બાની ખરીદી કરી પૈસા જમા થયાનો મેસેજ આવ્યો રોકડા નહીં

અમદાવાદમાં ઓનલાઈન છેત્તરપિંડીના કેસ વધી રહ્યા છે. કેટલાક ભેજાબાદ એવી યુક્તિ અપનાવે છે કે, મેસેજ તો આવે છે પણ ખાતામાં રોકડા નથી આવતા. સાયબર ક્રાઈમથી પણ હવે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. શહેરના વેપારીને ડિજિટલ પેમેન્ટ લેવામાં કડવો અનુભવ થયો છે. બે ભેજાબાજ વેપારી પાસેથી તેલના ડબ્બા લઈને Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરીને નીકળી ગયા હતા. જેનો મેસેજ પણ આવ્યો હતો પરંતુ ખાતામાં પૈસા ન આવતાં વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજા ખાતે એક કરિયાણાની દુકાનમાં ગત તા. 30 સપ્ટેમ્બરે બે વ્યક્તિઓ ખરીદી કરવા આવ્યા હતા. આશરે 25થી 30 વર્ષની ઉંમરના બે યુવાને તિરુપતિ તેલના 15 કિલોના બે ડબ્બા, જ્યારે ગુલાબ કપાસિયા તેલના 5 લિટરના બે કેરબા ખરીદ્યા.જેની કુલ કિંમત રૂ.6700 થઈ હતી. આ બે યુવકોએ માલ ખરીદીને વેપારીને કહ્યું હતું કે અમારી પાસે રોકડા રૂપિયા નથી. Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરી દઈએ છીએ. વેપારીના મોબાઈલમાં Paytm મારફત પૈસા ટ્રાન્સફર મેળવવા માટે એપ્લિકેશન ન હોતી, જેથી તેમણે તેમના નોકરના મોબાઈલમાં એપ્લિકેશન હોવાથી તેના નંબર પર પૈસા ચૂકવવા માટે કહ્યું હતું.

વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો).

Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરતાં પાંચ મિનિટમાં નોકરના મોબાઈલમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો હતો. આ બંને ગ્રાહકો માલ રિક્ષામાં મૂકીને રવાના થયા હતા. બેંકના ખાતામાં નોકરે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે પૈસા જમા થયા જ ન હતા. થોડા દિવસમાં પૈસા જમા થશે વેપારીએ કોઈ ટેક્નિકલ ખામી સમજીને રાહ જોઈ હતી. પરંતુ પૈસા નહીં મળતાં તેમણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page