HomeGujaratસિટી બસના રૂટ ઉપર પણ ઇ.બસ દોડશે, 24 બસના રૂટ તૈયાર

સિટી બસના રૂટ ઉપર પણ ઇ.બસ દોડશે, 24 બસના રૂટ તૈયાર


મહાનગર રાજકોટમાં સિટી બસ રૂટ પર ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેના પ્રયાસ શરૂ કરાયા છે. આ માટે 24 રૂટની એક યાદી તૈયાર કરવામાં આવી છે. જે માત્ર BRTS રૂટ પર નહિ પણ બીજા વિસ્તારમાં પણ ચાલશે. આવનારા એક મહિનામાં 24 નવી બસ રોડ પર મુકાશે.

મહાનગર પાલિકાના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, સરકારી સબસિડીમાં પ્રતિ કિમી એ રૂ.27 થાય છે. મનપાને 50 ટકા ઓછો ખર્ચ brts સેવામાં થાય છે. નવી બસ આવવાથી લોકોને રાહત થશે અને ટિકિટ પણ સસ્તી રાખવામાં આવશે. હાલ ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધી ઇલેક્ટ્રિક બસ ચાલું છે. 15000 થી વધુ મુસાફર એનો લાભ લે છે. ઇલેક્ટ્રિક બસને ચાર્જ કરવા માટે એક ખાસ સેન્ટર તૈયાર કરાયું છે. જ્યાં હેવી વોલ્ટ લાઈન નાખવામાં આવી છે. જ્યાં બસ ચાર્જ થશે. આવા પોઇન્ટ વધારવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. રાજપથ લી. કંપનીના એક અધિકારી એ કહ્યું કે,પહેલા તબક્કામાં 24 રૂટ નક્કી કરાયા છે.

બીજા તબક્કા માં 50 બીજી બસ મુકાશે. ડિજિટલ ટાઇમ ટેબલ જેમ BRTS માં હોય છે એમ અહીંયા પણ એ જ રીતે કામ થશે. નવી ઈ બસ સંપૂર્ણ રીતે એસી છે. એમાં gprs હોવાથી ટ્રેક પણ કરી શકાશે. રાજપથ લી. કંપની મહાનગર પાલિકા સાથે બસ સેવા આપે છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW