રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલ અંજલી પાર્કમાં રહેતા વોર્ડ નંબર 9 ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભરતભાઈ વસાણી ગઈકાલે સાંજે પરિવાર સાથે જલારામ જયંતીના દર્શન કરવા ગયા હતા. માત્ર બે કલાક ઘરની બહાર શું ગયા તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ પાછળથી તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને મકાનનો દરવાજો ખોલી રૂપિયા 7 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઇ જતા સનસનાટી મચી ગઈ છે. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ સાધુવાસવાણી રોડ ઉપર આવેલ અંજલી પાર્ક ખાતે દોડી ગઈ હતી અને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેર વોર્ડ નંબર 9 ના ભાજપના મહિલા નગરસેવિકા દક્ષાબેન ભરતભાઇ વસાણી માત્ર બે કલાક બહાર ગયા બાદ વોર્ડ નંબર 9 ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભરતભાઈ વસાણી પરિવાર સાથે પરત આવ્યા ત્યારે પોતના મકાનનો દરવાજો ખુલ્લો હતો જે બાદ તેમણે મકાનની અંદર તપાસ કરતા રૂમમાં સામાન વેર-વિખેર હતો. રૂમમાં કબાટમાં રાખેલા 7 લાખની રોકડ ચોરી થઈ ગઈ હતી. આ બાબતની જાણ નંબર 9ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ પોલીસને કરી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ, પીએસઆઈ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી મહિલા કોર્પોરેટર દક્ષાબેનની અરજી મેળવી તપાસ હાથ ધરી છે.