સામાન્ય રીતે લોકો પોતાના ઘર, ગાડી તથા જીવનનો વીમો ઊતરાવતા હોય છે. પણ એક બ્રાઝિલિયન મોડેલે રૂ.13 કરોડ આપીને પોતાના નિતંબ (Butt)નો વીમો ઊતરાવ્યો છે. મોડેલે એક ખિતાબ જીતી લીધા બાદ પોતાના આ અંગનો વીમો ઊતરાવી દીધો હતો. એક રીપોર્ટ અનુસાર આ 35 વર્ષીય મોડેલનું નામ નાથી કિહારા છે. કિહારાએ તાજેતારમાં પોતાના નિતંબનો વીમો ઊતરાવ્યો છે. એ પણ કોઈ નાની રકમનો નહીં. પૂરા રૂ.13 કરોડનો.

તાજેતરમાં તે મિસ બટ વર્લ્ડ 2021નો ખિતાબ જીતી હતી. ઈન્સ્ટાગ્રામ પર બીજા હરીફની હરિફાઈમાં તે સૌથી આગળ છે. સૌથી વધારે લાઈક્સ પણ મળ્યા છે. આ પછી કિહારાને મિસ બટ વર્લ્ડ તરીક પંસદ કરવામાં આવી હતી. આ ખિતાબ જીતી લીધા બાદ હવે 35 વર્ષીય કિહારાએ પોતાના નિતંબનો વીમો ઊતરાવવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેણે આશરે 1.3 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 13 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. બ્રાઝિલની આ મોડેલનું એવું કહેવું છે કે, હું મારા બટને કારણે લોકપ્રિય થઈ છું. આ માટે ખિતાબ પણ જીતી લીધો છે.
![[IMG]](https://img.news.gr/2020/12/23/jm/jm8h.jpg?v=20201223131052)
તેથી વીમો ઊતરાવ્યો છે. પણ હું હજું પણ મારા બટ્સને લઈને સંતુષ્ટ નથી. હજું પણ થોડી કસરત કરીને આને વધારવાનો મારો ટાર્ગેટ છે. પોતાના ઈન્ટાગ્રામ પર તેણે પોતાના અનેક એવા બોલ્ડ ફોટો પોસ્ટ કરેલા છે. જેના પર હજારો લાઈક્સ આવી છે. કોમેન્ટ પણ કરેલી છે. કિહારાના ઈન્સ્ટાગ્રામ પર કુલ 560K ફોલોઅર્સ છે. દરરોજની 1000થી વધારે રિક્વેસ્ટ આવે છે.