પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ લોકોને મોટી રાહત મળી છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની સૌથી વધુ કિંમત ભાવનગરમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત, CNG ગેસના રાજ્યમાં સૌથી વધારે ભાવ અમદાવાદમાં નોધાયો છે. જ્યારે બીજી તરફ જોઈએ તો, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના સૌથી ઓછા ભાવ ખેડામાં જોવા મળી રહ્યા છે. અહીં પેટ્રોલનો ભાવ રૂ.67.20 છે. જ્યારે ડીઝલની કિંમત રૂ.60 છે.
કર્ણાટક, પુડુચેરી, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, આસામ, સિક્કિમ, બિહાર, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત, દાદરા અને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જેમણે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડા પછી સ્થાનિક વેટમાં ઘટાડો કર્યો છે.