Tuesday, December 9, 2025
HomeGujaratLRDમાં 11000ની ખાલી જગ્યા સામે 11 લાખ અરજી, ગૃહમંત્રીએ કહી આ વાત

LRDમાં 11000ની ખાલી જગ્યા સામે 11 લાખ અરજી, ગૃહમંત્રીએ કહી આ વાત

ગુજરાત રાજ્યના પોલીસ તંત્રમાં લોક રક્ષક દળમાં 10988ની ખાલી જગ્યા પર 11 લાખથી વધારે ફોર્મ ભરાયા છે. નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 11,13, 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. જેમાંથી 868,422 ફોર્મ કન્ફર્મ થયા છે. મંગળવારે આ ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ રહ્યો હતો. ગુજરાત રાજ્યમાં ચાર વર્ષ બાદ આ ભરતી થઈ રહી છે. જેની શારીરિક પરીક્ષા ડીસેમ્બર મહિનામાં યોજાશે.

આ જાહેરાત અગાઉ પણ કરી દેવામાં આવી હતી. રાજ્ય સરકારની જાહેરાત અનુસાર રાજ્યના પોલીસ તંત્રમાં લોકરક્ષક દળમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી થવાનો અંદાજ છે. ખાસ કરીને બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5212 જગ્યા છે. જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત એસઆરપી કોન્સ્ટેબલ માટે 4450 જગ્યા પર ભરતી થશે. એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓમાં 1983 જગ્યા અનામત ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઈને LRDમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી કરવા માટે નિર્ણય લીધો છે.

વય મર્યાદામાં પણ એક વર્ષનો વધારો કરવામાં આવ્યો હતો. મહત્તમ વર્ષ 34 રખાયા છે. આ ભરતીમાં શારીરિક પરીક્ષામાં પાસ થનારા ઉમેદવાર જ લેખિત કસોટી આપી શકશે. ગુજરાત રાજ્યના નવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં બિનહથિયાર ધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયાર ધારી આસી.લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનો ખાસ કાર્યક્રમ નક્કી કરાયો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,170SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page