અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની જાહેરાત કરી દેવાઈ છે જે બાદ અલગ અલગ જિલ્લામાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો 9225 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.જેમા સૌથી વધુ ટંકારા તાલુકામાં રજિસ્ટ્રેશન થયું છે. અહીં કુલ 5360 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ સિવાય અન્ય તાલુકા ખેડૂતોની સંખ્યા જોઈએ તો મોરબી તાલુકામાં 1415, માળીયામાં 250,વાંકાનેર 251 હળવદ 1949 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
આમ અન્ય તાલુકાની સરખામણીમાં સૌથી વધુ નોંધણી ટંકારા તાલુકામાં થઈ છે.મોરબીના માર્કેટીંગ યાર્ડમાં મોરબી,ટંકારા અને માળીયા એમ ત્રણ તાલુકા આવતા હોય છે જેના કારણે ખેડૂતોએ તેમના પાકના વેચાણ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાથી ભારતીય કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈ કાલરીયાએ કલેક્ટર ને લેખિત રજુઆત કરી ટંકારા તાલુકામાં ખરીદ કેન્દ્ર ફાળવવા માંગણી કરી છે.