સોમવારે દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની બે નવી ટીમની નિલામી શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડને આ પ્રત્યેક ફ્રેન્ચાઈઝીમાંથી રૂ.7000થી 10,000 કરોડ રૂપિયા મળવાની પૂરી આશા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે Bcciની નિલામીની બોલીનું ટેકનિકલ વેલ્યુઅંસ કર્યા બાદ સોમવારે જ બોલી લગાવનારની જાહેરાત કરશે કે નહીં. એવામાં ભારતના ધનાઢ્ય લોકોમાં સામિલ ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપમાંથી અમદાવાદની ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવે એવી આશા છે.
હાલમાં અમદાવાદ અને લખનઉ ફ્રેન્ચાઈઝી પર દાવો મજબુત માનવામાં આવે છે. અમદાવાદ પાસે મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 100,000 થી વધારે છે. જ્યારે લખનઉ ઈકાના સ્ટેડિયમની ક્ષમતા 70,000 છે. આ દોડમાં ઈન્દૌર, ગુવાહાટી, કટક, ધર્મશાળા અને પૂણે જેવા સારા સ્ટેડિયમ ધરાવતા સિટી પણ સામિલ છે. આ બોલીમાં એક પૂર્વ ક્રિકેટર કોન્સોર્ટિયમ પણ સામિલ થઈ શકે છે. જેની નવી ફ્રેન્ચાઈઝી માટે ગંભીરતાથી બોલી થાય એવી આશા છે. હા, ભારતીય ક્રિકેટનો એક બેટ્સમેન આશરે 300 કરોડનો ખર્ચ કરીને થોડી ભાગીદારી ખરીદવા માટે પણ તૈયાર છે. પણ આનું નામ હજુ સુધી સામે આવ્યું નથી. જે ક્રિકેટ ક્ષેત્રે રોકાણ કરવા માગે છે. જ્યારે બોલિવૂડની દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર પણ કોન્સોર્ટિયમનો એક ભાગ હોવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પણ તે કોઈ ફ્રેન્ચાઈઝી માટે બ્રાંડ પાર્ટનર બની શકે.