મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો ન મળતા આજે ખેડૂતોએ શનાળા ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.અને નાકાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છે તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હજુ ચોમાસા પાકનું મોડું વાવેતર હોવાથી ખેતરમાં પાક ઉભો છે જેથી ખેડૂતોને ખેતરમાં પાણીની જરૂરિયાત રહે છે. આ માટે તેઓ કુવામાંથી પાણી ઉપાડી રહ્યા છે જોકે ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા નિયમિત વીજ પુરવઠો પૂરો ન પાડતા હોવાથી અને લાઈટની આવન જાવનથી તેઓની પાણી મોટર શોર્ટ થઇ જતી હોવાની ફરિયાદ ઉઠતા આજે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ પ્રફુલભાઈ હોથીની આગેવાનીમાં ખેવારીયા નારણકા માનસર ગોર ખીજડીયા તેમજ દેરાળા સહિતના ગામના ખેડૂતો આજે શનાળા ખાતે આવેલી પીજીવીસીએલની સબ ડીવીઝન કચેરીએ દોડી ગયા હતા નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર પાઠવી આ ગામડામાં નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવા માગણી કરી હતી.સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે જો તેઓની માંગણી સ્વીકારવામાં નહી આવે તો ન છૂટકે આક્રમક રીતે આંદોલન કરવાની ફરજ પડશે.