પોર્ન ફિલ્મ જોઈ વિકૃત આનંદ માણતા કેટલાક તત્વો પત્નીને પણ જાણે તેની રમતનું સાધન સમજતા હોય તેમ તેની વિકૃતિઓનો શિકાર બનાવતા હોય છે અને પત્ની કોઈ વિરોધ કરે તો તેની સાથે મારઝૂડ કરતા હોય છે. અંતે મામલો પોલીસ સુધી પહોચતા હોય છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આવી જ એક ઘટના અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને ખાનગી આઈ ટી કંપનીમાં નોકરી કરતા કૃણાલા નામના યુવાને ઓનલાઈન પોર્ન ફિલ્મ જોઈ તેની પત્ની સાથે વિકૃત શારરિક સંબંધની માંગણી કરી બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો પત્નીએ ના પાડે તો રાત્રે ઘરની બહાર કાઢી મુકતો તેમજ અવાર નવાર પત્નીને માર પણ માર્યો હતો અને પિયરમાંથી દહેજ લાવવાનું દબાણ કરતા પરણીતા ત્રાસી ગઈ હતી અને અંતે પોલીસના શરણે પહોચી હતી આ અંગે પોલીસે સાસરિયા સામે ફરિયાદ નોધી હતી. આ અંગે નવરંગ પુરા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી સાસરિયાઓની શોધખોળ હાથ ધરી હતી