Tuesday, October 28, 2025
HomeGujaratદશેરાએ નવઘણજીનું આહ્વાન, 2022 માં રાજ્યનો મુખ્યમંત્રી ઠાકોર ક્ષત્રીય સમાજનો જ જોઈએ

દશેરાએ નવઘણજીનું આહ્વાન, 2022 માં રાજ્યનો મુખ્યમંત્રી ઠાકોર ક્ષત્રીય સમાજનો જ જોઈએ

રાજ્યમાં 2022 ની વિધાન સભાની ચુંટણીની તૈયારી રાજકીય પક્ષ દ્વારા ઘડવામાં આવી રહી છે ત્યારે અખિલ ગુજરાત ક્ષત્રીય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે આહ્વાન કર્યું છે કે રાજ્યમાં સૌથી વધુ વસ્તી ક્ષત્રીય ઠાકોર સમાજની વસ્તી છે અને 50 બેઠક પર પ્રભુત્વ છે અને જો કોંગ્રેસ કે ભાજપને અમારી સમાજના મત જોતા હોય અને રાજ્યમાં સતા મેળવવી હોય તો ક્ષત્રીય ઠાકોર સેનાના જ મુખ્યમંત્રી જોઇશે જ દશેરાના પર્વ રોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું છે. જેમાં શસ્ત્ર પૂજન સાથે શક્તિ પ્રદર્શન યોજાશે. દશેરા એ શસ્ત્ર પૂજા બાદ શક્તિ પ્રદર્શન થશે આગામી વિધાન સભા ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે અહી ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.અહીંથી આહ્વાન કરી અમારા સમાજના દીકરાને જ રાજ્યનો મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવું અલ્ટીમેટમ આપવામાં આવશે.


દશેરાના દિવસે યોજાનારા આ શસ્ત્ર પૂજન સાથે શક્તિ પ્રદર્શનથી રાજ્યમાં ફરી એકવાર વસ્તી અને સામાજિક વગ ધરવતા સમાજનું પ્રભુત્વ ધરાવતા સમાજના આગેવાનો સરકારના કાન પકડી રહ્યા છે ત્યારે આ પર્વમાં શું નવા જૂની થશે તે જોવા જેવું રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page