નવરાત્રીમાં દિવસોમાં જ્યાં એક તરફ શક્તિની ઉપાસના થઈ રહી છે. એવામાં સમાજમાં સ્ત્રી પર થતા અત્યાચારો આસમાન આંબી રહ્યા છે. રાજકોટ પાસે આવેલા ગોંડલમાંથી મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પીડિત મહિલાને પૈસા આપવાની લાલચ દઈ મહિલાનો જાણીતો શખ્સ તેને કારમાં લઈ ગયો હતો. એ પછી મહિલાને કારમાં માર મારી દુષ્કર્મ કરવા આવ્યું હોવાનું રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.
આ મહિલા પર 8 જેટલા નરાધમોએ સામૂહિક કુકર્મ આચર્યું હોવાનું સામે આવતા સમગ્ર ગોંડલમાં ચકચાર મચી ગઈ છે. અત્યારે મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ કેસની જાણ થતા જ રાજકોટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યારે રાજકોટ અને ગોંડલ પોલીસે આ કેસમાં કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. આમ તો ગુજરાતને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પણ જ્યારે આવી ઘટના બને ત્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાનું પાલન કરાવનારા સામે પ્રશ્નો ઊભા થાય છે. સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ફરી રાજ્ય સરકાર અને પોલીસની કામગીરી પર સવાલો કર્યા છે. રાજકોટમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટના પરથી અંદાજો લગાવી શકાય છે કે, સૌરાષ્ટ્રમાં દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે. ગોંડલ પાસેની વાડીમાં લઈ જઈને માર મારી આઠ જેટલા શખ્સોએ કુકર્મ આચર્યું હતું.
ગોંડલના હુડકો વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા શનિવારે સાંજના સમયે ગોંડલના બસસ્ટેન્ડ પાછળ અમૃત હોટેલ પાસે હતી. એ સમયે ઇકો ગાડી વાળા દાફડાભાઈ અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે મહિલા એકાએક બોલાચાલી શરૂ કરી દીધી હતી. મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. એ પછી ઈકો કારમાં આવેલા લોકો જતા રહ્યા હતા. રાત્રીના સમયે ફરીથી દાફડાભાઈ બાઇક લઇને આવ્યા અને રાત્રીના સમયે બાઇકમાં બેસાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડ નજીક મૂકી જતો રહ્યો હતો. શખ્સોએ રાત્રીના બાર વાગ્યાથી સવારના પાંચેક વાગ્યા સુધી વારાફરતી મહિલાને પિંખી નાંખી હતી. એમના શરીર પર ઈજા અને ઘાના ચિહ્નો જોવા મળ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉ. ઝલકે રિટ્રોગેટ અને MLC કેસ જાહેર કરી પોલીસને જાણ કરી હતી. મહિલાના પરિવારજનોને જાણ કરાતા તેઓ પણ રાજકોટ દોડી આવ્યા છે. રસોડા કરવા માટે જાવ છું એવી કહીને મહિલા ઘરેથી નીકળ્યા હતા. એક તરફ શક્તિની પૂજા થાય છે અને બીજી તરફ સમાજમાંથી માણસરૂપે જીવતા મહિસાસુર સક્રિય થઈ ગયા છે.